રિપોર્ટ@અમદાવાદ: 7 મેના રોજ તલાટીની પરીક્ષા,આપવા આવનારા ઉમેદવારોને માટે રહેવા અને જમવાની વ્યવસ્થા સંસ્થાઓએ તૈયારી કરી ,જાણો તેના સરનામાં અને સંપર્ક નંબર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જેમાં રાજ્યભરમાંથી 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપવાના છે, ત્યારે અમદાવાદની કેટલીક સંસ્થાઓ સેવા માટે આગળ આવી છે. વિવિધ જિલ્લાઓમાંથી અમદાવાદ પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે અને રહેવા અને જમવાની વ્યવસ્થા થાય તે હેતુથી સંસ્થાઓએ તૈયારી કરી છે.
જે ઉમેદવારો તલાટીની પરીક્ષા અમદાવાદ આપવા આવવાના છે તે ઉમેદવારો માટે આ માહિતી ઉપયોગી બની શકે છે. આ પ્રકારની વ્યવસ્થા માટે કઈ સંસ્થાનો સંપર્ક કરવો.
સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
7મી મેએ તલાટીની પરીક્ષા લેવાવાની છે, જેમાં અંદાજે 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ કોઈ ગેરરીતિ ન થાય અને પેપર લીકની ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખી રહ્યું છે. પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ SOP પણ બનાવાઈ છે. જુનિયર કલાર્કની પરીક્ષાની જેમ તલાટીની પરીક્ષાને લઈ ને પણ પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત અને પરીક્ષાની તૈયારી, આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી આવતા ઉમેદવારો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાણંદમાં ઉમેદવારો માટે કરાઇ ખાસ વ્યવસ્થા
સાણંદ વિસ્તારની સાધના ફાઉન્ડેશન દ્વારા પુરુષ ઉમેદવારો માટે લોહાણા મહાજન વાડી, સાણંદમાં, જ્યારે મહિલા ઉમેદવારો માટે જલારામ સત્સંગ હોલ સાણંદમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાણંદ વિસ્તારના જ કેટલાક પરીક્ષા કેન્દ્રો પર પણ ઉમેદવારો પરીક્ષા આપવાના જેઓ પણ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી પરીક્ષા આપી શકે તે માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ નંબર પર સંપર્ક કરી જાણ કરી શકે છે
આ અંગે સાધના ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવ્યું કે, 7મી તારીખે સવારે પરીક્ષા જે જેથી મોટાભાગે ઉમેદવારો શનિવારે સાંજ સુધીમાં આવી શકે છે. તેમજ કેટલાક ઉમેદવારો રાત્રે મોડા પણ આવશે. જેથી તેઓને રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી જે ઉમેદવારોને આ વ્યવસ્થા લેવી હોય તો તે ઉમેદવારો સંસ્થાનો સંપર્ક કરી સાંજે 5 વાગ્યા સુધી જાણ કરી શકે છે. જે માટે મોબાઈલ નંબર (9898616719, 7801912867, 9427804879, 8000566230) પર સંપર્ક કરી જાણ કરી શકે છે.
મહત્વનું છે કે, આમ તો જે તે સમાજના લોકો પોતાના સમાજના ઉમેદવારો માટે આ પ્રકારે રહેવા અને જમવાની વ્યવસ્થામાં લાગેલા જ છે. પરંતુ કેટલી સંસ્થાઓ એવી પણ છે જેઓએ કોઈપણ સમાજના ઉમેદવારો માટે આ સેવા કાર્યરત કરી છે. તો વળી કેટલીક સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને નજીકના પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવા વાહનોની પણ વ્યવસ્થા કરી છે.