રિપોર્ટ@અમદાવાદ: ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી જાણીતી YMCA ક્લબ ખાતે ગુજરાતી સિંગરકિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. 20મી ડિસેમ્બરે અમદાવાદમાં રિસેપ્શન યોજાયું હતું. જેમાં ગુજરાતી મનોરંજન જગતના સિતારાઓએ હાજરી આપી કિંજલ અને ધ્રુવીનને શુભેચ્છા પાઠવી હતી. રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા ખજૂરભાઈ સહિતના સેલિબ્રેટીઓએ કપલ સાથે ગરબે ઘૂમ્યા હતા.
રિસેપ્શનમાં કિંજલ દવે લાલ કલરની સાડીમાં જોવા મળી હતી. આ પ્રસંગે કિંજલ દવે લાલ રંગની સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે તેના મંગેતર ધ્રુવીન શાહે પણ તેની સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી.
આ પ્રસંગ માત્ર પારિવારિક ઉત્સવ ન રહેતા ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું. રિસેપ્શનમાં જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. ગીતા રબારી, વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, તત્સત અને આરોહી, કુશલ મિસ્ત્રી,ખજૂર, તરુણ જાની, 'લાલો' ફિલ્મની ટીમ, જતીન અને પાર્થ હાજર રહી હતી.

