રિપોર્ટ@અમદાવાદ: આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-પંજાબ વચ્ચે IPLમેચ યોજાશે, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ યોજાવવાની છે. આ મેચને લઈને હજુ પણ ઓનલાઈન ટિકિટ મળી રહી છે. ટિકિટની વેબસાઈટ પર સ્ટેડિયમમાં હજુ પણ 30 ટકાથી વધુ સીટો ખાલી દેખાઈ રહી છે. એટલે કે, કાલની મેચમાં લોકોને ઓછો રસ જોવા મળી રહ્યો છે. 29 માર્ચે યોજાનારી મેચમાં સ્ટેડિયમ ફૂલ થાય તેવી શક્યતા છે.
IPL 2025ની સિઝનની ગુજરાતના અમદાવાદમાં પ્રથમ મેચ 25 માર્ચ યોજાવાની છે. ગુજરાત એને પંજાબ વચ્ચેની મેચની ટિકિટની ઓનલાઈન વહેંચણી DISTRICT BY ZOMATO નામની વેબસાઈટ પર શરૂ થઈ હતી. આ સાથે સાથે કેટલાક શહેરોમાં ટિકિટનું ઓફલાઈન વેચાણ પણ શરૂ થયું હતું.
મેચના એક દિવસ અગાઉ પણ હજુ DISTRICT BY ZOMATO પર ઓનલાઈન ટિકિટ મળી રહી છે. 499થી 20 હજાર રૂપિયા સુધીની તમામ ટિકિટ ઓનલાઈન મળી રહી છે. એટલે કે, તમામ ટિકિટનું વેચાણ થયું નથી. 30 ટકાથી વધુ ટિકિટ હજુ વેચાઈ નથી.