રિપોર્ટ@અમદાવાદ: હોસ્પિટલમાં 297 લોકોની ભરતીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો

કોઈપણ જાહેરાત આપ્યા વગર જ કિડની હોસ્પિટલે કરી હોવાનો કેગના અહેવાલમાં ખુલાસો થયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.
 
રિપોર્ટ@અમદાવાદ: હોસ્પિટલમાં 297 લોકોની ભરતીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હોસ્પિટલમાં ભરતીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલ સંકુલમાં આવેલી IKDRC કિડની હોસ્પિટલમાં વર્ષ 2004 થી 2023 દરમિયાન થયેલી 297 લોકોની ભરતીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો છે.

તમામ ભરતી કોઈપણ જાહેરાત આપ્યા વગર જ કિડની હોસ્પિટલે કરી હોવાનો કેગના અહેવાલમાં ખુલાસો થયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. હોસ્પિટલના 58 ડોકટર અને અધ્યાપકો પૈકીના 34ને પણ બારોબાર નોકરી આપી દેવાયા હોવાની વિગતો કેગ અહેવાલમાં ઉજાગર થઈ છે.

હોસ્પિટલમાં નિવૃત અધિકારીને નોકરી પર રાખવાના હોય તો સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે. આ મંજૂરી વગર જ હોસ્પિટલમાં ઊંચા પગારે 12 નિવૃત અધિકારીઓને નોકરી પર રાખી દેવાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ અહેવાલ મામલે કોંગ્રેસ આરોગ્ય મંત્રીનો જવાબ માગ્યો છે અને વિધાનસભામાં ચર્ચાની માગ કરી છે.