રિપોર્ટ@અંબાજી: 500ની 1.20 લાખની નકલી નોટો છાપી વટાવવા જતાં ઇસમને LCBએ ઝડપ્યો

ધૂમધામથી મા જગતજનની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઇ રહ્યો છે.
 
રિપોર્ટ@અંબાજી: 500ની 1.20 લાખની નકલી નોટો છાપી વટાવવા જતાં ઇસમને LCBએ ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. ધૂમધામથી મા જગતજનની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઇ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજી આવતા તમામ માર્ગો માઇભકતોથી ઊભરાઈ રહ્યા છે. નાચતાં ગાતાં ભક્તો હાથમાં ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે. અંબાજી મંદિરનાં દર્શન પથથી લઇ મંદિર સુધીની તમામ રેલિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પાંચ દિવસ દરમિયાન 20 લાખથી વધુ માઇભકતોએ મા અંબાનાં દર્શનનો લાભ લીધો છે.

ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 નકલી નોટો ઝડપાઈ છે.

નકલી ભારતીય ચલણી નોટો 1 લાખ 20 હજાર સાથે LCBએ એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ શખસે પોતાના ઘરે જ કલર પ્રિન્ટરમાં આ 500ની ચલણી નોટો છાપી હતી.