રિપોર્ટ@અંબાજી: ટ્રસ્ટ દ્વારા 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન

અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે
 
રિપોર્ટ@અંબાજી: ટ્રસ્ટ દ્વારા 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે થોડાજ દિવસમાં અંબાજીમાં મહા મેળાની શરૂવાત થશે. યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે. ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે.

બેસન, દૂધ, બનાસ ઘી, ખાંડ, ઈલાયચીથી બની રહ્યો છે મોહનથાળ અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદઘરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ મોહનથાળ બેસન, દૂધ, બનાસ ઘી, ખાંડ, ઈલાયચીથી બની રહ્યો છે. અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે. ત્યાર બાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે.

1000 ઘાણ મોહનથાળનો પ્રસાદ બનાવાશે આ અંગે અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ માઈભક્તો માટે વિપુલ પ્રમાણમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે. અંબાજી ટ્રસ્ટ વતી હાલમાં 1000 ઘાણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 1 ઘાણ બરાબર 325 કિલો થાય, આમ આખા મેળા દરમિયાન 3 લાખ 25 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનશે. હાલથી પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને વધુ જરૂત પડશે ત્યારે વધુ પ્રસાદ બનાવવા માટેની પૂરતી તૈયારીઓ છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવશે.

માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે ભાદરવી મહામેળા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર મેળો યોજવા સજ્જ બન્યું છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીનાં દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે.

યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી પ્રસાદ બનાવાતો રહેશે મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે.

14 પ્રસાદ કેન્દ્રો બનાવાયાં મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે. જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં સીધુ-સામાન, પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે. અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવશે. આ કેન્દ્ર પરથી માઈભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.