રિપોર્ટ@ગોંડલ: પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનું ખાતે સુખદ સમાધાન
આ કેસમાં બે સગીર વચ્ચે થયેલી મારામારી અને જાતીય સતામણીને લઈને બંને સમાજ વચ્ચે તણાવ ઉભો થયો હતો.
Updated: Mar 23, 2025, 19:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનું રિવર સાઈડ પેલેસ ખાતે સુખદ સમાધાન થયું છે. આ કેસમાં બે સગીર વચ્ચે થયેલી મારામારી અને જાતીય સતામણીને લઈને બંને સમાજ વચ્ચે તણાવ ઉભો થયો હતો.
બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે, મામલો વધુ બિચકતાં બંને સમાજના આગેવાનોએ સર્વે સમાજની મિટિંગ યોજી આવેદનપત્રો પણ આપ્યા હતા. જેને લઇ સમગ્ર મામલો સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
આખરે જાડેજા પરિવારની મધ્યસ્થીથી બંને સમાજ વચ્ચે સુલેહ-શાંતિનો માર્ગ નીકળ્યો છે. જેમાં બંને સમાજ વચ્ચે ઉભી થયેલી ગેરસમજ દૂર થઈ છે અને સામાજિક સદભાવના જળવાઈ રહી છે. આ સમાધાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બંને સમાજના લોકો હાજર રહ્યા હતા.