રિપોર્ટ@રાજકોટ: ગાંધીગ્રામના એનડીપીએસ એકટના ગુનામાં ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો
આરોપીને અમદાવાદથી ઝડપી
Dec 15, 2023, 20:16 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેર એસઓજીએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશમાં ગાંધીગ્રામના એનડીપીએસ એકટના ગુનામાં ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં સફળતા મળી છે.
એસઓજી શાખાના પીઆઈ જે.ડી. ઝાલા, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલાએ ચોકકસ બાતમીના આધારે મઝહરઅલી નઝર મહમદ કુરેશી રે. અહમદનગર અમદાવાદને ઝડપી લીધો હતો. ઝડપાયેલ મઝહરઅલી સામે ગાંધીગ્રામ-2 (યુનિ.) પો.સ્ટે.માં એનડીપીએસ ગુનો નોંધાવેલ જેમાં ફરાર હોવાની વિગતો ખુલતા ગાંધીગ્રામ પોલીસને હવાલે કરેલ છે.