રિપોર્ટ@ગુજરાત: દર્શન કરવા પગપાળા જઇ રહેલા વૃધ્ધાને બાઇક ચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું

બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
 
દુર્ઘટના@પાટણઃ ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કરમાં યુવકનું મોત, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ભચાઉ તાલુકાના વોંધ પાસે છાડવારા રામદેવપીર મંદિરે દર્શન કરવા પગપાળા જઇ રહેલા વૃધ્ધાને બાઇક ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાને કારણે તેમનું મોત નીપજ્યું હોવાની તા.19/4 ના બનેલી ઘટનામાં મૃતકના પુત્રએ અકસ્માત સર્જી વાહન મુકી નાસી ગયેલા ચાલક સામે ભચાઉ પોલીસ મથકે નોંધાવી હતી. વોંધના કુ઼ભારવાસના રહેવાસી હાલે મુંબઇ ધંધાર્થે રહેતા પ્રવિણભાઇ વેલાભાઇ ચામરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.19/4 ના સવારે 8 વાગ્યાના અરસામાં તેમના 57 વર્ષીય માતા ભાણીબેન વેલાભાઇ ચામરિયા વોંધ થી છાડવારા આવેલા રામદેવપીર મંદીરે દર્શન કરવા માટે ગામના જ વેલીબેન મનજી કાપડી સાથે પગપાળા જવા રવાના થયા હતા.

તેઓ બન્ને વોંધ પાસે જ આવેલા નાયરાના પેટ્રોલપમ્પ સામે પહોંચ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ જઇ રહેલા બાઇક ચાલકે તેમના માતાને અડફેટે લેતાં માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમની સાથે જ ચાલતા વેલીબેને કાનાભાઇ પરબતભાઇ પટેલને ફોન કરી જાણ કરતાં તેમને ભચાઉ સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા.

સારવાર નસીબ થાય તે પહેલાં જ તેમણે દમ તોડ્યો હોવાનું તબીબે જણાવ્યું હતું. તેમણે અકસ્માત સર્જી પોતાનું વાહન મુકી નાસી ગયેલા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.