રિપોર્ટ@હળવદ: ટીકર ગામે મૃત નવજાત શિશુ મળ્યાની ઘટના સામે આવી, જાણો વધુ વિગતે

 પોલીસ મથકે ખાતે નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ 
 
ગુનો@હળવદ: સગીરાના ઘરમાં ઘુસી  ઇસમેં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો અને બદનામ કરવાની ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર નવાર ઘટનાઓ સામે આવતીજ હોય છે.  હળવદના ટીકર ગામે મૃત નવજાત શિશુ મળ્યાની ઘટના સામે આવી છે. આ મામલે હળવદ પોલીસ મથક ખાતે નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની શોધખોળ શરુ કરવામાં આવી છે.

હળવદના ટીકર ગામે રહેતા ધર્મેન્દ્રભાઇ જસમતભાઇ એરવાડીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૧૩ના રોજ ટીકર ગામે ઢસી રોડ પ્લોટ વિસ્તારમાં એક નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું.

જેને પગલે ગ્રામજનોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું આ નવજાત શિશુને કોઈ પ્રાણીએ ફાડી ખાધી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે ચડી રહ્યું હતું. જેથી સમગ્ર મામલે ધર્મેન્દ્ર ભાઈએ હળવદ પોલીસ મથકને આ અંગેની જાણકારી હતી અને અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

આ ફરિયાદના આધારે હળવદ પોલીસે આઈ.પી.સી કલમ ૩૧૮ મુજબ અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે નવજાત શિશુ મળતા જ નિષ્ઠુર જનેતા પર ફિટકાર વરસી રહ્યો છે તો સવાલ એ છે કે બાળકને ત્યાં તરછોડવામાં આવ્યું ત્યારે તે જીવિત હતું કે મૃત હાલતમાં હતું જેથી તરછોડવામાં આવ્યું છે ? કે અન્ય કોઈ મજબૂરી હતી જેના કારણે માતાએ હદય પર પથ્થર રાખીને નવજાત શિશુને તરછોડ્યું ? જેવા અનેક સવાલો ઉભા થયા છે સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.