રિપોર્ટ@આણંદ: માથાભારે યુવકે પોતાની જ માતાને ગડદાપાટુનો મારમારી ઘરમાં તોડફોડ કરી

 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 
 
રિપોર્ટ@આણંદ: માથાભારે યુવકે પોતાની જ માતાને ગડદાપાટુનો મારમારી ઘરમાં તોડફોડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે.  તારાપુર તાલુકાના ગોરડ ગામમાં રહેતાં એક માથાભારે યુવકે પોતાની જ માતાને ગડદાપાટુનો મારમારી ઘરમાં તોડફોડ કરી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. માતાએ મોબાઈલ આપવાની ના પાડતાં પુત્રએ આ હુમલો કર્યો હતો. જેના આધારે પોલીસે હુમલાખોર પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તારાપુર તાલુકાના ગોરાડ ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેના એક મકાનમાં કંચનબેન લધુભા ગોહીલ (ઉ.વ. 57) પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં આ કંચનબેન, તેમના પતિ અને પુત્રી ઉંઘવાની તૈયારી કરતાં હતાં. તે વખતે કંચનબેનનો સૌથી નાનો પુત્ર રામદેવ ઘરે આવ્યો હતો અને પોતાની માતા પાસે મોબાઈલ માંગ્યો હતો. દરમિયાન કંચનબેને મોબાઈલ આપવાની ના પાડતાં પુત્ર રામદેવે ગમેતેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.

તુતુ... મેમે બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા રામદેવે પોતાની માતાને ગડદાપાટુનો મારમાર્યો હતો અને ઘરમાં તોડફોડ પણ કરી હતી. જેથી પિતા લઘુભાએ પોતાના પુત્ર રામદેવને ધક્કો મારી ઘરની બહાર કાઢી મુક્યો હતો અને ઘરની જાળી બંધ કરી દીધી હતી. તે વખતે રામદેવે ઘરની જાળી ઉપર છુટા પથ્થર માર્યાં હતાં અને આજે તો તમે બચી ગયા છો, પરંતુ હવે હુ તમને બધાને જીવતા નહિ છોડુ એવી ધમકી આપી જતો રહ્યો હતો.

આ બનાવ અંગે કંચનબેન લધુભા ગોહીલે પોતાના પુત્ર રામદેવ વિરુદ્ધ તારાપુર પોલીસ મથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.