રિપોર્ટ@આણંદ: હળવા વાદળો વચ્ચે પારો 38 ડિગ્રીએ પહોંચતાં અસહ્ય ગરમીથી નગરજનો ત્રાહીમામ

સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.
 
રિપોર્ટ@આણંદ: હળવા વાદળો વચ્ચે પારો 38 ડિગ્રીએ પહોંચતાં અસહ્ય ગરમીથી નગરજનો ત્રાહીમામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. કેટલીક જગ્યાએ વરસાદ પડે છે,તો કેટલીક જગ્યાએ ગરમી પડે છે. રાજ્યમાં વધારે પ્રમાણમાં ગરમી પડી રહી છે. આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસ વેસ્ટન ડિસ્ટર્બન્સના પગલે હળવા વાદળો વચ્ચે પારો 38 ડિગ્રીએ પહોંચતાં અસહ્ય ગરમીથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે શનિવાર વાતાવરણમાં પલટાશે.ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. જો કે ગરમીનો પારો 2 ડિગ્રી ઘટતાં થોડી રાહત રહેશે.

આણંદ જિલ્લા કૃષિ હવામાન વિભાગમાં શુક્રવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી ,લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી, ભેજનું પ્રમાણ 61 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 3.3 કિમી રહેવા પામી છે. શનિવારથી ગરમીમાં થોડી રાહત રહેશે દિવસ દરમિયાન હળવા વાદળો છવાયેલા રહેશે.

હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાજસ્થાન સહિત દરિયા કાંઠે બે સિસ્ટમ સક્રિય થતાં મધ્ય ગુજરાતમાં તેની સામાન્ય અસર વર્તાવાની સંભાવના છે. જો કે આગામી 21 મી બાદ મહત્તમ તાપમાન 40 ડિગ્રી વટાવે તેવી સંભાવના છે.