રિપોર્ટ@આણંદ: પોલીસે 3 આરોપીઓ સાથે 100 કિલો ગૌમાંસ જપ્ત કર્યું અને કાર્યવાહી હાથ ધરી

ગૌવંશની કતલ સમયે જ પોલીસ ત્રાટકી

 
રિપોર્ટ@આણંદ: પોલીસે 3 આરોપીઓ  સાથે  100 કિલો ગૌમાંસ જપ્ત કર્યું  અને કાર્યવાહી હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક  

હાલમાં ગૌ હત્યાના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએથી ગૌવંશની હત્યાની ઘટનાઓ સમે આવતી હોય છે. ભાલેજમાં ત્રણ ઈસમો ગૌવંશની કતલ કરી તેનું માંસ કાઢી રહ્યાં હતાં. બરાબર તે વખતે સ્થાનિક પોલીસ ત્યાં દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસને જોઈ ત્રણેય જણાં ભાગી ગયાં હતાં. પોલીસે સ્થળ પરથી હથિયારો તેમજ 100 કિલો ગૌમાંસ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં આવેલ પઠાણવાડા વિસ્તારમાં રહેતો સલીમખાન ઉર્ફે ચીનીમીની યુસુફખાન પઠાણ અને તેના બે સાગરીતો ગામમાં ઇન્દીરાનગરી પાછળના ભાગે આવેલી ખ્વાજા પાર્ક સોસાયટીની તળાવ તરફની પડતર જગ્યામાં બાવળના ઝાડ નીચે ગૌવંશની કતલ કરતો હોવાની બાતમી ભાલેજ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો.

દરમિયાન સ્થળ પર પશુની કતલ કરી વાઢ-કાપ કરી રહેલાં સલીમખાન તેમજ અન્ય બે ઈસમો પોલીસને જોઈને ભાગી ગયાં હતાં. પોલીસે સ્થળ તલાશી લેતાં ત્યાં કતલ કરેલ હાલતમાં ગૌવંશના શરીરના અવશેષો પડેલા હતું. તેની આસપાસ પુષ્કળ માત્રામાં લોહી હતું. તેમજ ગાયની કતલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ કુહાડી, છરો, ડિસમીસ સહિતના હથિયારો હતાં.

પોલીસે આ હથિયારો તેમજ રૂપિયા 10,000 કિંમતનું 100 કિલો ગૌમાંસ જપ્ત કર્યું છે અને ભાગી ગયેલ સલીમખાન ઉર્ફે ચીનીમીની યુસુફખાન પઠાણ તેમજ અન્ય બે અજાણ્યાં શખ્સો વિરુદ્ધ પશુક્રુરતાનો ગુનો નોંધી, તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.