રિપોર્ટ@અંકલેશ્વર: 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈજ્ગ્યાએથી ડ્રગ્સ મળી આવતું હોય છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાંથી દિલ્હી અને ભરૂચ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથનો જથ્થો મળી આવ્યો છે. કંપનીમાંથી જપ્ત કરાયેલા રો મટીરીયલમાંથી કોકેઇન અને મેથ એમ બંને પ્રકારના ડ્રગ્સ બનાવી શકાય છે. પોલીસે કંપનીના ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા અને વિજય ભેંસાણીયા સહિત 5 આરોપી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ કંપની 2016માં કાર્યરત થઇ હતી અને તે ઇન્ટરમીડીએટ ડ્રગ્સ બનાવવાનું કામ કરતી હોવાનું સામે આવ્યું છે.
દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુરા અને રમેશ નગરમાંથી ઝડપાયેલાં 5000 કરોડથી વધુના ડ્રગ્સ કૌભાંડનો રેલો ભરૂચના અંકલેશ્વર સુધી આવ્યો છે. ડ્રગ્સકાંડના આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે દિલ્હી અને ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર 3708માં આવેલી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં છાપો માર્યો હતો. કંપનીમાં તપાસ કરવામાં આવતાં 518 કિલો સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથનો જથ્થો મળી આવ્યો હતો.
આ રો- મટીરીયલ કોકેઇન અને મેથ એમ બંને પ્રકારના ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. કંપનીમાંથી મળેલા મટીરીયલની બજાર કિમંત 5,100 કરોડથી વધુ હોવાની માહિતી છે. સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સનું મટીરીયલ મળી આવ્યાં બાદ કંપનીના ડીરેકટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેંસાણીયા સહિત 5 આરોપી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ કંપની 2016માં કાર્યરત થઇ હતી. હજી પોલીસ વધુ તપાસ કરી રહી છે.