રિપોર્ટ@ગુજરાત: ચાર ઝોનના FRCના અધ્યક્ષ સહિત સભ્યોની નિમણૂક
અધ્યક્ષ સહિત સભ્યોની નિમણૂંક
Jul 30, 2024, 10:45 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેટલાક સમયથી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના FRCના સભ્યોની નિમણૂંક થઇ ન હતી જેથી શિક્ષણ વિભાગ દ્વારા આજે ચારેય ઝોનના અધ્યક્ષ સહિતના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે.
FRCના હોદ્દેદારોની નિયુક્તિથી હવે સ્કૂલોએ કરેલી ફી વધારા દરખાસ્ત પર નિર્ણય થશે. ચારેય ઝોનના સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે. દરેક ઝોનમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હર્ષિત વોરાની નિયુક્તિ કરાઈ છે.