રિપોર્ટ@ગુજરાત: રઝળતાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ
પાણીના પોઈન્ટ ઉભા કરાયા
May 28, 2024, 07:31 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાણી માટે કેટલાક પ્રાણીઓ રઝળતા હોય છે. તેમના માટે સારી સુવિધા કરવામાં આવી છે. જેના લીધે તેમને પાણી માટે તકલીફ ના પડે. પોરબંદરના જંગલ વિસ્તારમાં પાણી માટે રઝળતાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે.
જેમાં જંગલમાં વસતાં વન્યજીવો માટે 60 કૃત્રિમ પીવાના પાણીના પોઈન્ટ ઉભા કરાયા છે.
વન્યપ્રાણીઓની તરસ છીપાવવા માટે દૂર સુધી લાંબુ ન થવું પડે એ હેતુસર આ વ્યવસ્થા કરાઈ છે.