રિપોર્ટ@રાજકોટ: SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ, જાણો વધુ વિગતે

શિક્ષકો અને શૈક્ષિણીક સંઘો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
 
રિપોર્ટ@રાજકોટ: SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યભારના શિક્ષકોને SIR એટલે કે, ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં હાજર ન થતાં કેટલાંક શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાજકોટ અને અમદાવાદમાં શિક્ષકો અને શૈક્ષિણીક સંઘો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનમાં જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણાની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગે શિક્ષકોને સોંપવાને બદલે BLO (બૂથ લેવલ ઓફિસર)ની અલગ કેડર ઉભી કરવામાં આવે તેવી માગ છે. સાથે જ બીમાર હોય કે દૂર રહેતા હોય તેમાં શિક્ષકો હાજર થવામાં મોડું કરે તો તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ નીંદનીય છે, જેથી શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે.