રિપોર્ટ@અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે શહેરમાં સફાઈને લઈને નિર્દેશો કરાયા

 હેલ્થ કમિટિની બેઠકમાં સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો
 
રિપોર્ટ@અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે શહેરમાં સફાઈને લઈને નિર્દેશો કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરમાં દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે શહેરમાં સફાઈને લઈને નિર્દેશો કરાયા છે. જેમાં શહેરના મુખ્ય બજારો, બ્રિજ અને રોડની સફાઈ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, ડોર ટુ ડોરનો કચરો પણ નિયમિત રીતે ઉપાડવા માટે તાકીદ કરવામાં આવી છે. કચરાની એક ગાડી ભરાઈ જાય તો તાત્કાલીક બીજી ગાડી મોકલી સ્થળ પરથી કચરો ઉપાડી લેવા માટે સૂચન કરાયું છે.

આમ, મ્યુનિ. હેલ્થ કમિટિની બેઠકમાં સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હેલ્થ કમિટીની બેઠકમાં તહેવારો દરમિયાન સ્વચ્છતાને લઈને વિવિધ સૂચનો કરાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય બજારો, રોડ, બ્રિજ, શાકમાર્કેટ, જાહેર સ્થળો પર સાફ-સફાઈ માટેની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત દિવાળીના તહેવાર દરમિયાન લોકો ઘરમાં સાફ-સફાઈ કરતા હોય છે, જેના કારણે દરેક સોસાયટીઓ અને ઘરોમાંથી સમયસર ડોર ટુ ડોર કચરો ઉપાડી લેવા જણાવાયું હતું. શહેરમાં નક્કી કરવામાં આવેલા દરેક પોઇન્ટ ઉપર નિયમિતપણે ડોર ટુ ડોરની કચરાની ગાડી પહોંચે અને જો કચરાની ગાડી આખી ભરાઈ જાય તો તરત જ બીજી ગાડી જગ્યા ઉપર મોકલી અને કચરો ઉપાડી લેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, કમિટીની બેઠકમાં દિવાળીના તહેવારો દરમિયાન જાહેર સ્થળો, મંદિરો, બ્રિજ સહિતની જગ્યા ઉપર સાફ-સફાઈ માટેની સૂચના આપવામાં આવી છે. તહેવારો દરમિયાન દિવસમાં બે વખત સફાઈ કરવા માટે જણાવાયું છે. ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં રાત્રે પણ સફાઈ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.