રિપોર્ટ@ગુજરાત: પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું ગાંધીનગરમાંથી અપહરણ કરાયું

ગાંધીનગરમાંથી અપહરણ કરાયું
 
રિપોર્ટ@ગુજરાત: પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું ગાંધીનગરમાંથી અપહરણ કરાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અપહરણના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અપહરણના ગુનાઓ સામે આવતા હોય છે. પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું ગાંધીનગરમાંથી અપહરણ કરાયું.

બે અપહરણકારોએ આ ક્લાસ વન અધિકારીની કારને આંતરી અપહરણ કરી ગયા.પરંતુ પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ક્લાસ વન અધિકારીને અપહરણ કર્તાઓની ચંગૂલમાંથી મુક્ત કરાવ્યા છે અને અપહરણ કર્તાઓને દબોચી લીધા છે.