રિપોર્ટ@મહેસાણા: નીલગાય રોડ ક્રોસ કરવા જતાં કાર સાથે અથડાતા આગળનો ભાગ કુરચો બની ગયો

બહુચરાજી દર્શન કરવા જઈ રહ્યા હતા.
 
રિપોર્ટ@મહેસાણા: નીલગાય રોડ ક્રોસ કરવા જતાં કાર સાથે અથડાતા આગળનો ભાગનો કુરચો બની ગયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  હારિજ તાલુકાના સોઢવ ગામે અમદાવાદનો પરિવાર વાયા ચાણસ્માથી હારિજ અને બહુચરાજી દર્શન કરવા જઈ રહ્યા હતા.

ત્યારે સોઢવ નજીક નીલગાય રોડ ક્રોસ કરવા જતાં કાર સાથે અથડાઈ હતી અને કારનો આગળનો ભાગનો કુરચો બોલી ગયો હતો.ડ્રાઇવર અને પાછળ સીટમાં બેઠેલા બે મહિલાઓનો બચાવ થયો હતો.

અરવિંદભાઈ ચૌહાણ પોતાની આઈ ટ્વેન્ટી કાર લઈ બે મહિલા સંબંધીઓને લઈને ચંદ્રોડા હાડવૈદને ત્યાં બતાવવા લઈ ગયા હતા. ત્યાંથી બહુચરાજી માતાજીના દર્શને જતાં અકસ્માત થયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો પણ પરિવારનો આબાદ બચાવ થયો હતો.