રિપોર્ટ@ગુજરાત: બજારમાં કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવતી દોરી પર પ્રતિબંધ
ગુજરાત હાઇકોર્ટે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપી દીધો છે.
Jan 10, 2025, 18:40 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરાયણના પર્વને થોડા દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપી દીધો છે. 11થી 15 જાન્યુઆરીની મોડીરાત સુધી ચેકિંગ કરાશે અને આ મુદ્દે DGP રોજ સાંજે મિટિંગ પણ કરશે.
ઉત્તરાયણના તહેવારમાં અને એ પહેલાં જ પતંગ ઉડાડવાનું શરૂ થઈ જાય છે. એના કારણે ચાઈનીઝ દોરી અને કાચના પાઉડરથી રંગેલી દોરી માંજાથી અનેક લોકો ઘાયલ થતા હોય છે.
વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, સિન્થેટિક દોરી અને ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.