રિપોર્ટ@બનાસકાંઠા: એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો
પતિ-પત્ની અને 2 સંતાન સહિત કુલ 5નાં મોત, 3 બાળકોની હાલત ગંભીર, 15ને ઈજા
Feb 28, 2025, 14:07 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક ગુરુવારે રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. જેમાં પતિ-પત્ની અને 2 સંતાન સામેલ છે. આ દુર્ઘટનામાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.
જ્યારે 15 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમાં 3 બાળકોની હાલત ગંભીર છે. જ્યારે લાશોને બહાર કાઢવા માટે બોલેરોનાં પતરાં તોડાયાં હતાં અને JCBની મદદ લેવાઈ હતી.
અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. પરમારે જણાવ્યું હતું કે મૃતકમાં 2 મહિલા, 2 બાળક અને એક પુરુષ સામેલ છે, કુલ મળી 5નાં મોત થયાં છે. તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વીરમપુર ગામના વતની છે.