રિપોર્ટ@ભરૂચ: વીજળી પડતા 3 લોકોના મોત નીપજ્યા, 2 ઈજાગ્રસ્ત

પાલેજના પાદરિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં ભીંજાવાથી બચવા લોકો વડના ઝાડ નીચે ઉભા રહી ગયા હતા.
 
રિપોર્ટ@ભરૂચ: વીજળી પડતા 3 લોકોના મોત નીપજ્યા, 2 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લાંબા સમય વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલાક વિસતારમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની ઘટના જોવા મળી છે. ભરૂચમાં રવિવારની સાંજે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટીંગ શરૂ કરી હતી.જેમાં પાલેજના પાદરિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં ભીંજાવાથી બચવા લોકો વડના ઝાડ નીચે ઉભા રહી ગયા હતા.આ સમયે અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા લોકો અંદાજીત આઠ જેટલા લોકો ત્યાં ઢળી પડ્યા હતા.જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા જયારે અન્ય બે લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

ગુજરાત હવામાન વિભાગની આગાહીના પગલે ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાં શનિવારે રાત્રીના શરૂ થયેલા વરસાદે રવિવાર સાંજના પણ ધમાકેદાર બેટીંગ શરૂ કરી હતી.ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે ચારેય તરફ પાણી જ પાણી કરી દીધુ હતું.આ સમયે પાલેજ તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા વરસાદથી બચવા ખાતર સાતથી આઠ લોકો વડના ઝાડના નીચે આશરો લઈને ઉભા રહી ગયા હતા.

આ સમયે ગાજ વીજ સાથે વરસી રહેલા વરસાદ સાથે અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા લોકો નીચે ઢળી પડ્યા હતાં.જેમાંથી ત્રણ લોકો થોડા સમય બાદ હોશમાં આવી ગયા હતા જ્યારે ત્રણ લોકો નહિ ઉઠતાં તેઓને તાત્કાલિક બસારવાર હેઠળ પાલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે હબીબ અકબરભાઈ મલેક અને તેમનો પુત્ર શકીલ હબીબભાઈ મલેક અને ત્રીજા મનીષ સુરેશ ભાઈ વસાવાને મૃત જાહેર કર્યા હતા.જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પાલેજ પીઆઈ આર. એમ વસાવા પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.