રીપોર્ટ@ભરૂચ: વૃક્ષ અચાનક ધરાશાયી થતાં બાઈક સવાર નીચે દબાયો
ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી ઘટના સ્થળે પહોંચી વૃક્ષ નીચે દબાયેલા યુવકને બહાર કાઢ્યો હતો.
Mar 4, 2025, 19:16 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્ટેશન રોડ પર આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ગઈકાલે રાત્રે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યે તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલો એક બાઇક સવાર વૃક્ષ નીચે દબાઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ તરત જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી ઘટના સ્થળે પહોંચી વૃક્ષ નીચે દબાયેલા યુવકને બહાર કાઢ્યો હતો.
ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.