રીપોર્ટ@ભાવનગર: આજે શિક્ષક માટેની ટેટ-૨ની પરિક્ષા10650 ઉમેદવારો આપશે

લાંબા સમય અંતરાય બાદ 37 પરીક્ષા કેન્દ્રો પર વર્ગ 1-2 ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે મુકાયા, પરીક્ષાલક્ષી નિયંત્રણો જારી

 
બોર્ડ પરીક્ષાઃ ગેરરીતીમાં પકડાયેલ વિદ્યાર્થીઓ ભૂલની કબુલાત કરશે તો ગાંધીનગર નહીં જવુ પડે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

: શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-૨ની લાંબા સમય બાદ પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે ભાવનગરમાં ૩૭ પરીક્ષા કેન્દ્રો પર ૧૦૬૫૦ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. જેને લઇ જાહેરનામુ જારી કરાયું હતું.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૩-૪ને રવિવારે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-૨ની પરીક્ષા યોજવામાં આવનાર છે. જો કે, આ પરીક્ષા લાંબા સમય બાદ લેવાઇ રહી છે ત્યારે ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળેલ છે. પરીક્ષાના ફોર્મ ભરતી વેળાએ ભાવનગરમાં કુલ ૧૦૬૫૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં જેની હોલટીકીટ પણ આવી ચુકી છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કુલ ૩૭ પરીક્ષા કેન્દ્રો પરના ૩૫૬ બ્લોકમાં ઉમેદવાર માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. બપોરે ૩ થી ૫ના બે કલાકનું પેપર ઓએમઆર પધ્ધતિથી પુછાશે જેના ૧૫૦ માર્કસ રહેશે. પરીક્ષાને અનુલક્ષી જરૂરી સંલગ્ન તંત્ર સાથે બેઠક કરી પરીક્ષા સુચારૂ રીતે લઇ શકાય તે હેતુથી બેઠક પણ યોજાઇ ગઇ છે અને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે આ પરીક્ષા યોજાનાર છે. ટેટ-૨ની પરીક્ષાને લઇ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુ સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ જારી કરાયું છે. 

 પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે તો સાથે ૪ થી વધુ માણસને એકત્ર થવા પર પણ નિયંત્રણ મુકાયું છે. આ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્રો પર વર્ગ ૧-૨ના ઓબ્ઝર્વર તરીકે નિમાયા છે. આમ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી તંત્ર દ્વારા કરાઇ છે.