રિપોર્ટ@ભાવનગરઃ 29 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી

આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
 
રિપોર્ટ@ભાવનગરઃ 29 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાવનગર શહેરમાંથી એક હૃદયદ્રાવક મર્ડરની ઘટના સામે આવી છે.ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ગત રાત્રેએ એક 29 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અચાનક તૂટી પડેલા હુમલાખોરોએ પેટના ભાગે ઉપરાઉપરી ઘા માર્યા હતા, જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું.

હત્યાની સંપૂર્ણ ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ઘટનાની જાણ થતાં ASP અને Dy.SP સહિત વરતેજ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સીદસર નજીક આવેલા વાળુંકડ ગામમાં ગત રાત્રે યુવાનની કરપીણ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા શખ્સોએ રવિભાઈ અનિલભાઈ ક્લોતરાને પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો.બનાવની જાણ થતાં જ ASP, સીટી Dy.SP તેમજ વરતેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને ખુલ્લી મેજીક વાહનમાં ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક માહિતી મુજબ હત્યાના કારણો અંગે હજી સ્પષ્ટતા થઈ નથી અને પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

હત્યાની ઘટનાનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, તે સમયે ત્યાંથી પસાર થતાં કારચાલકની કાર સામે જ એક યુવકની મોપેડ રસ્તા વચ્ચે પડી છે અને બાજુમાં યુવક પર અન્ય ત્રણ ઇસમો તિક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો કરી રહ્યાં છે. ત્યારે ત્યાંથી પસાર થતા એક સ્થાનિક તેને બચાવવાનો પ્રયાસ કરવા હુમલાખોરોને રોકવા જાય છે. છતાં ત્રણેયે રોકાયા વગર આડેધડ છરીના ઘા મારી યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જે બાદ ત્રણેય ત્યાંથી પોતાની મોપેડ પર સવાર થઈ ત્યાંથી ફરાર થઈ જાય છે.

આ બનાવ અંગે ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાળુંકડ ગામમાં બનેલી હત્યાની ઘટના અંગે પોલીસે FIR નોંધી હત્યારાઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.