રિપોર્ટ@ભાવનગર: ગ્રીષ્મના આરંભે ફાગમાસના રંગોના પર્વ હોળી-ધૂળેટીની ખરીદી નીકળી

ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
 
રિપોર્ટ@ભાવનગર: ગ્રીષ્મના આરંભે ફાગમાસના રંગોના પર્વ હોળી-ધૂળેટીની ખરીદી નીકળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે હોળી અને ધુળેટીનો તહેવાર નજીક આવી  ગયો છે. ગ્રીષ્મના આરંભે ફાગમાસના રંગોના પર્વ હોળી-ધૂળેટી પર્વનું ભાવનગરમાં કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે બજારો તહેવાર અનુરૂપ ચિજવસ્તુઓથી ઉભરાઈ રહી છે. લોકો બજારમાં પિચકારી, કલર, ધાણી, ખજૂરની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

સમયની સરવાણી સાથે પ્રવાહિત કાળ સાથે તહેવારો-ઉત્સવોની ઉજવણીઓ બારેમાસ સાંપ્રત સમાજમાં શરૂ રહે છે ત્યારે હાલમાં શિયાળાનુ સમાપન અને ઉનાળાનો આરંભ એટલે ફાગમાસ આ માસમાં કલરફુલ ફેસ્ટિવલ એટલે કે હોળી-ધૂળેટી પર્વની ઉજવણીઓ કરવામાં આવે છે, હાલમાં આ તહેવારોનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે, તહેવાર અનુરૂપ ચિઝવસ્તુઓના વેચાણ માટે બજારોમાં ખજૂર, ધાણી, દાળીયા, પીચકારી, કલર્સ સહિતની સામગ્રીઓની અવનવી વેરાઈટીઓથી બજારોમાં હાટડાઓ ઉભરાઈ રહ્યાં છે,

આ વર્ષે પણ તહેવાર અનુરૂપ વાનીઓમા વિવિધ વેરાઈટીઓનો ખજાનો જોવા મળી રહ્યો છે, અફઘાની ખજૂરથી લઈને કાબુલી દાળીયા, પંજાબી ધાણી સહિતની ખાદ્ય સામગ્રીઓની ખરીદી પણ લોકો કરી રહ્યાં છે એ સાથે હોળીકા દહન અને ધૂળેટી ની ઉજવણી કરવામાં આવશેઅને સવાઈ ગુજરાતીઓ દરેક તહેવારો ની વિશિષ્ટ રીતે ઉજવણી કરવા માટે તૈયાર છે ત્યારે આ ફાગ પર્વને પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે એના માટે પ્રિ-પ્લાનિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યા છે,

આ વર્ષે ખજૂર ધાણી દાળીયા સહિતના ખાદ્યપદાર્થો મા 20 થી 30 ટકા નો ભાવ વધારો થયો છે, જયારે કલર્સ પીચકારી સહિતની આઈટમોમા 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો થયો હોવાનું વેપારીઓ એ જણાવ્યું છે, ઉપરાંત સ્થાનિક ક્ષેત્રે દરેક રો-મટીરીયલ મા ધરખમ ભાવ વધારો થતાં તહેવારોની ઉજવણી મોંઘી બની રહી છે, આ ભાવ વધારાને પગલે હાલમાં જોઈએ એવી ઘરાકી નથી પરંતુ વેપારીઓ ને આશા છે કે આગામી દિવસોમાં ઘરાકી નિકળશે.