રિપોર્ટ@ભાવનગર: વિદ્યાનગરમાં આવેલ શ્વેત કમલ સોસાયટીમાં સપ્તાહ પૂર્વે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોની ધડપકડ કરી
 
 રિપોર્ટ@ભાવનગર: વિદ્યાનગરમાં આવેલ શ્વેત કમલ સોસાયટીમાં સપ્તાહ પૂર્વે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરી, લુંટફાટ , બળત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે.  ભાવનગર શહેરના વિદ્યાનગરમાં આવેલ શ્વેત કમલ સોસાયટીમાં સપ્તાહ પૂર્વે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઈમબ્રાન્ચનીટીમે ઉકેલી નાંખ્યો છે અને ત્રણ ચોરની મુદ્દામાલ સાથે ધડપકડ કરી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વિદ્યાનગર સ્થિત શ્વેતકમલસોસાયટી ના પ્લોટનં-24/બી મા રહેતા અને વિજયરાજનગરમા ચરક હેલ્થ સેન્ટર નામે આયુર્વેદિક દવાખાનું ચલાવતા દિપક સુમનલાલ પારેખ ઉ.વ.59 ગત તા.1-4 ના રોજ બંને પુત્રી તથા પત્ની સાથે અમદાવાદમાં આયોજિત પુત્રી ના પદવીદાન સમારંભમાં હાજરી આપવા ગયા હતા, એ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ રકમ મળી કુલ રૂ.28,000 નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ તબીબે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

આ ગુના અંગે એલસીબી ની ટીમને જાણ થતાં ટીમ બનાવનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હોય જેમાં પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે ત્રણ શખ્સો શંકાસ્પદ મુદ્દામાલ સાથે પીલગાર્ડનમા પક્ષી ઘર પાછળ ઉભા છે જે હકીકત આધારે ટીમે સ્થળપર પહોંચી ત્રણેય શખ્સોની અટકાયત કરી નામ-સરનામા પુછવા સાથે મુદ્દામાલ ની તલાશી હાથ ધરી હતી જેમાં અટક કરાયેલ શખ્સોએ પોતાના નામ નાસિર હુસૈન ઉર્ફે નાગ લીયાકત રફાઈ ઉ.વ. 20 રે.કુંભારવાડા અવેડા પાસે,દિપક અરવિંદ મોણપરીયા ઉ.વ.18 રે.ભરતનગર શાકમાર્કેટ પાસે તથા ફારક કાળુ શેખ ઉ.વ.27 રે.વડવાનેરા મોભ પાનની ડેલી વાળા હોવાનું જણાવેલ. 

આ શખ્સો પાસેથી દાગીના-રોકડ રકમ મળી કુલ રૂ.16,400નો મુદ્દામાલ મળી આવેલ હોય જે અંગે પુછતા શખ્સોએ જણાવ્યું હતું કે, વિદ્યાનગર સ્થિત શ્વેત કમલ સોસાયટીમાં રહેતા દિપક પારેખના ઘરમાં ખાતર પાડી ચોરી કરી આ દાગીના-રોકડ મેળવી હતી, આથી મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોની ધડપકડ કરી બાકીની રકમનો દર-દાગીનો-રોકડ કબ્જે કરવા તજવીજ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી આરોપી-મુદ્દામાલ નિલમબાગ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.