રિપોર્ટ@ભાવનગર: પરિવાર બહાર ગયો અને પાછળથી તસ્કરોએ ઘરમાં હાથ સાફ કર્યો

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 
રિપોર્ટ@ભાવનગર: પરિવાર બહાર ગયો અને પાછળથી તસ્કરોએ ઘરમાં હાથ સાફ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો બનાવ સામે આવતો હોય છે. ભાવનગર શહેરના ટોપ-3 પાસે રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી પરીવાર સાથે સાવરકુંડલા વેવાઈના ઘરે જતા અજાણ્યા શખ્સોએ બંધ મકાનના તાળા તોડી રૂપિયા પોણા બે લાખનો દર-દાગીનો ચોરી કરી ફરાર થઈ જતાં વિપ્ર વૃદ્ધે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના તળાજા રોડપર ટોપ-થ્રી સિનેમા નજીક આવેલ ૐ પાર્ક-1 પ્લોટનં-6-7-8-સી "શ્રી રન્નાદે" માં રહેતા અને સરકારી નિવૃત્ત કર્મચારી યોગેશ વિનાયકરાય ત્રિવેદી પત્ની પુત્ર પુત્રવધૂ સાથે રહી સેવા નિવૃત્ત જીવન પસાર કરે છે, તાજેતરમાં પુત્રના સાસરીયા સાવરકુંડલા ગામે કામ સબબ જવાનું થતા વૃદ્ધ પત્ની પુત્ર-પુત્રવધૂ સાથે સાવરકુંડલા ગયા હતા.

આ દરમ્યાન બપોરના સમયે શહેરમાં જ પરણાવેલી વૃદ્ધની પુત્રી કામ સબબ પિતાના ઘરે આવતા દરવાજા ખુલ્લા અને ઘરમાં સરસામાન વેરવિખેર જોવા મળ્યો. યુવતિએ આ અંગે તેના ભાઈ ને જાણ કરતા પરીવાર ઘરે પરત આવ્યો હતો.

જેમાં પરીજનોએ તપાસ હાથ ધરતા રૂમમાં રાખેલ કબાટમાંથી દાગીના રોકડ રકમ ચાંદીના સિક્કા મળી કુલ રૂ.1,76,500 નો મુદ્દામાલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર. વૃદ્ધે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.