રિપોર્ટ@ભાવનગર: યુવતીને અચાનક ચક્કર આવતા મોત નીપજ્યુ

 એટેક આવવાના કિસ્સા ખુબ વધતાં જ જાય છે
 
રિપોર્ટ@ભાવનગર: યુવતીને અચાનક ચક્કર આવતા મોત નીપજ્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.  શીતલબા અમરસંગભાઈ ચૌહાણ ખાંભા પહોંચી અને બસમાંથી નીચે ઉતરતાની સાથે એકાએક ચક્કર આવતા પડી ગયા હતા. તેમનું નિધન થયું હતુ. મૂળ તળાજાના ટાઢાવઢની આ તેજસ્વી યુવતીએ હજી તો 6 માસ પહેલા જ પોસ્ટ ખાતામાં નોકરી મેળવી હતી અને નિયુક્તિ અમરેલીના ખાંભામાં થઇ હતી.

તળાજા તાલુકાના નાના એવા ટાઢાવડ ગામમાં રહીને શીતલબા અમરસંગભાઈ ચૌહાણે એકસટર્નલનો અભ્યાસ ઘરે બેસીને પુરો કરી સરકારી નોકરીની પરીક્ષા આપી પોસ્ટ ખાતામાં છ મહિના પહેલા જ 20 વર્ષની ઉંમરે સર્વિસ મેળવી હતી. તેમની નિમણૂંક અમરેલીના ખાંભા તાલુકામાં થઇ હતી.

આ દીકરી રજામાં ઘરે આવેલ તેના પિતાજી અમરસંગભાઈ સવાર 7 વાગે ખાંભાની બસમાં બેસાડીને મોકલી હતી. ખાંભા પહોંચતા બસમાંથી ઉતરતા તેને ચક્કર આવેલ ત્યાં જ પડી ગયેલ 108ની બોલાવી દવાખાને ત્યાં સેવાભાવી દુકાનદાર લઈ ગયેલ પરંતુ જીવ બચાવી શકેલ નહી. આટલી નાની ઉંમરે એટેક આવવાના કિસ્સા ખુબ વધતાં જ જાય છે.