રિપોર્ટ@ભાવનગર: પાલિતાણા શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીના દુર્ગંધયુક્ત પાણીથી નગરજનોમાં તંત્ર વિરુદ્ધ રોષ

સફાઈ પાછળ કરોડોનો ખર્ચ જાય છે પાણીમાં
 
રિપોર્ટ@ભાવનગર: પાલિતાણા શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીના દુર્ગંધયુક્ત પાણીથી નગરજનોમાં તંત્ર વિરુદ્ધ રોષ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  ગામ કે નગરને સાફ સુથરૂ રાખવું એ જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકાની હોય છે પરંતુ પાલિતાણા શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીના દુર્ગંધયુક્ત પાણીથી આ નદીના આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ પ્રસરતા નગરજનોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળે છે. આજુબાજુની સોસાયટીઓ અને રહેણાક વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના પગલે રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થવા પામેલ છે.

ખારો નદીમાં દુર્ગંધ યુક્ત પાણી વહી રહ્યું છે. આ નદીમાં ગટરનું પાણી પણ ઠલવાય રહ્યું છે. નદીની આસપાસના વિસ્તારોમાં સતત દુર્ગંધ આવે છે અને મચ્છરોનો મોટા પ્રમાણમાં ત્રાસ રહે છે.

પાલિતાણા શહેરની મધ્યમાં આવેલ ખારો નદી ગંદકીથી પ્રદુષિત છે. નદીઓ સ્વચ્છ કરવાનું અભિયાન કોણ કરશે. શહેરની લોકમાતા તરીકે ઓળખાતી ખારો નદી દિન પ્રતિ દિન પ્રદૂષિત થઈ રહી છે. શેત્રુંજી ઇરીગેશન કે નગરપાલિકાએ તાત્કાલિક સ્વચ્છતા અભિયાન કરવાની જરૂર છે. હાલમાં ખારો નદીમાં ગાંડી વેલની લીલીછમ ચાદર પથરાઈ ગઈ છે ભૈરવનાથ ચોક વિસ્તારમાં આવેલ શાક માર્કેટ તથા આજુબાજુની લારીઓ અને દુકાનો વાળા દરરોજ સાંજે શાકભાજી અને ગંદકી જેવો કચરો ખારો નદીમાં ફેંકીને ખારો નદીને પ્રદૂષિત કરી રહ્યા છે તેમ છતાં પાલિકા તંત્ર જવાબદારો સામે પગલાં દેતા નથી જેના કારણે નગરજનોમાં તેમજ યાત્રિકોમાં નારાજગી પ્રર્વતે છે.

સફાઈ અભિયાન માટે કરોડો રૂપિયા ફાળવાઇ છે પરંતુ પાલિતાણામાં આવેલ ખારો નદીમાં કચરો ઢાલવીને તેમજ ગંદુ પાણી ઠાલવીને ગંદકી પણ આપણે જ કરીએ છીએ. પાલિતાણા શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીના કાંઠે ગારિયાધાર પુલ પાસે 25 જેટલા ગરીબ પરિવારોના ઝૂંપડાઓ નદીના કાંઠે આવેલા છે. આગળ જતા તળાજા રોડને અડીને સ્મશાન ગ્રહની પાછળથી ખારો નદી આગળ ખારો ડેમ તરફ જાય છે.

નદીમાં ઠલવાતુ ગટરનું દુર્ગંધ યુક્ત પાણી, નદીમાં લીલી ચાદર પથરાઈ ગઈ છે. નદીમાં સફાઈની જરૂર છે.