રિપોર્ટ@ભાવનગર: 9.18 લાખના ડ્રગ્સ સાથે 4 આરોપીને પોલીસે ઝડપ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
રિપોર્ટ@ભાવનગર: 9.18 લાખના ડ્રગ્સ સાથે 4 આરોપીને પોલીસે ઝડપ્યા અને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે.  ભાવનગર શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાની ચોક્કસ બાતમી આધારે એસ ઓ જી પોલીસે વોચ ગોઠવતા શંકાસ્પદ કારને ઊભી રાખી તલાશી કરતા લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં અમુક શખ્શો ડ્રગ્સ ઘુસાડવાની ચોક્કસ બાતમી ભાવનગર એસ ઓ જી ને મળતા ભાવનગર- અમદાવાદ શોર્ટ રૂટ ઊપર સનેસ પોલીસ મથકની નજીક નાકાબંધી કરવમાં આવી હતી.

જે દરમીયાન એક શંકાસ્પદ બલેનો કાર પસાર થતાં કારને અટકાવી તલાશી લેતાં કારમાંથી 91.800 મિલી ગ્રામ રૂ.9,18,000 ના મુદ્દામાલ સાથેભાવનગરના મોતી તળાવમાં રહેતો તૌફીક મન્સૂરી, એજાઝ હનીફભાઈ મન્સૂરી, અલ્ફાઝ સદિકભાઈ ગોરી, હુસૈન અખતરભાઈ કલિવલા નામના ચાર શખ્સોને ઝડપી લઈ કાર સહીત 16,34,070 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.