રિપોર્ટ@ભાવનગર: પોલીસે આરોપી પાસેથી 2.57 લાખના ચોરીના દાગીના જપ્ત કર્યા

પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
 
રિપોર્ટ@ભાવનગર: પોલીસે આરોપી પાસેથી 2.57 લાખના ચોરીના દાગીના જપ્ત કર્યા 

અટલ સમાચાર ડોટ ડેસ્ક 

હાલમાં ચોરીના બનાવો દિવસે-દિવસે ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. કારમાં ચોરી કરવા માટે આવતો તસ્કર આખરે ઝડપાયો હતો.પોલીસે આરોપી પાસેથી રૂા.2,57,280ની કિંમતના દાગીના તેમજ કાર સહિત કુલ રૂા.7,12,780નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી અગાઉ વર્ષ 2007માં પણ ચોરીના ગુનામાં ઝડપાઇ ચૂક્યો હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એસ.કે.પટેલે જણાવ્યું હતું કે,એવી ચોક્કસ બાતમી મળી હતી કે,વળીયા કોલેજની પાછળ આવેલ હનુમાનજીના મંદિર પાસે એક શખ્સ કાર લઇને ઉભો છે અને તેની પાસે ચોરીનો મુદ્દામાલ છે એટલે વોંચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેનું નામ મુકેશ ઉર્ફે રોક કનૈયાલાલ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની કારની ઝડતી લેતા તેમાંથી રૂા.2.57,280ની કિંમતના દાગીના મળી આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતુ કે, દસ દિવસ પહેલા તે કાર લઇને ભાવનગર આવ્યો હતો અને ટોપ થ્રી પાસેના એક બંધ મકાનનું તાળુ તોડી કબાટ તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, તેમજ છ દિવસ પહેલા કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલા મકાનમાંથી પણ તેણે ચોરી કરી હતી. આમ, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ બે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપી અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ ? તેમજ અન્ય કોઇ મુદ્દામાલ છુપાવ્યો છે કે કેમ ? તે સહિતની વધુ પૂછપરછ હાથ ધરી છે.