રિપોર્ટ@ભાવનગર: 1 લાખથી વધુનો વિદેશી દારૂ-બિયર જપ્ત, જાણો વધુ વિગતે

બાતમીના આધારે લાલિયા વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
 
રિપોર્ટ@ભાવનગર: 1 લાખથી વધુનો વિદેશી દારૂ-બિયર જપ્ત, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પોલીસને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે લાલિયા વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

વાડીના માલિક યશપાલ ચંદુભાઈ ગોહિલની વાડીમાં તપાસ દરમિયાન જુવારના ઓઘામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની 525 બોટલ વિદેશી દારૂ અને 120 ટીન બિયર જપ્ત કર્યા છે. કુલ 1,01,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બુટલેગર યશપાલ ગોહિલ ફરાર થઈ ગયો હતો.

તળાજા પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.