રીપોર્ટ@ભાવનગર:ગઢેચી વડલાનો તરૂણ રાત્રે નાસ્તો કરવા ગયો બાદ સવારે મૃતદેહ મળ્યો

  • પુત્રના મિત્ર સામે પિતાએ નોંધાવી આશંકા 
 
હત્યા@કલોલ: માતા સાથે આડા સંબંધની શંકાથી પુત્રએ યુવકનું ઢીમ ઢાળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

તરૂણની હત્યાને પગલે ભારે આક્રંદ છવાયો

શહેરના ગઢેચી વડલા વિસ્તારમાં રહેતો તરૂણ ગત રાત્રીના તેના ઘરેથી નાસ્તો કરવા માટે નિકળ્યા બાદ આજે સવારે જહાંગીર મીલના કમ્પાઉન્ડમાં તરૂણનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી સાથે આક્રંદ છવાઈ જવા પામ્યો હતો.

આ તરૂણની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. પુત્રના મૃતદેહ પાસેથી તેના મિત્રની બાઈકની ચાવી મળી આવતા અને મિત્રનો મોબાઈલ બંધ મળતા મૃતક પુત્રના પિતાએ પોલીસ સમક્ષ શંકા જતાવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના બહુમાળી ભવન સામેના ભાગે આવેલી જહાંગીર મીલના કંમ્પાઉન્ડમાંથી એક 14 વર્ષીય તરૂણનો ગળે છરીના ઘા મારી દીધેલ અને હત્યા કરાયેલી હાલતે મૃતદેહ ઝાડી ઝાંખરામાંથી મળી આવતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. બનાવની જાણ થતા નિલમબાગ પોલીસ મથકના પીઆઈ પરમાર સહીતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી પીએમ અર્થે સર ટી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરતા મૃતક તરૂણ ગઢેચી વડલા વિસ્તારમાં રહેતો પલ શશીકાંતભાઈ વાઢૈયા હોવાનું ખુલ્યું હતું.

ઉક્ત બનાવ સંદર્ભે મૃતક તરૂણ પલના પિતા શશીકાંતભાઈ હરગોવિંદભાઈ વાઢૈયા (રે. સરીતા સોસાયટી, શેરી નંબર-4, ગઢેચી વડલા, ભાવનગર)એ નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસા દરમિયાન તેઓના દિકરો પલ (ઉ.વ. 14) ઘરેથી મોબાઈલ લઈ હમણા પાછો આવુ છુ. તેમ કહી નિકળ્યા બાદ પરત ન આવતા તેની બહેને 10 કલાકે ફોન કરતા પલે હું ભાઈ બંધો સાથે જ્વેલ્સ સર્કલ નાસ્તો કરૂ છુ હમણા આવું છુ. તેમ કહ્યા બાદ પણ ઘરે ન આવતા ફરી ફોન કરતા પલનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. જેને લઈ પલને ગોતવા માટે તેઓ અને તેના ભાઈ અશોકભાઈ અને પરિવારજનો નિકળ્યા હતા. અને પલના તમામ મિત્રોનો ફોન કરતા કોઈ પાસે પલ ન ગયો હોવાનુ અને તેના એક મિત્ર રાહુલનો ફોન બંધ આવતો હતો. દરમિયાન પલનો ક્યાય અત્તો પત્તો ન લાગતા મોડી રાત્રીના એકાદ કલાકના બોરતળાવ પોલીસમાં તેનો દિકરો લાપત્ત થયાની જાણ કરી હતી.

દરમિયાન સવારે નિલમબાગ પોલીસ મથકના કોન્સ્ટેબલે જાણ કરતા તેઓ જહાંગીર મીલ ગયા હતા. ત્યા તેના દિકરાની હત્યા કરાયેલ હાલતે મૃતદેહ મળ્યો હતો. જ્યારે તેની આજુબાજુમાંથી એક બાઈકની ચાવી મોબાઈલનું બોક્સ મઓળી આવ્યું હતું. તેમજ ગળાના ભાગ પાસેથી એક બ્લેડ મળી હતી. ચાવીને જોતા તે પલના મિત્ર રાહુલના બાઈકની હતી. જેને લઈ શંકા જતાવી હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને નિલમબાગ પોલીસે આઈપીસી. 302, તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.