રિપોર્ટ@નડિયાદ: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ એવા વડતાલ ધામમાં વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી થનાર છે.
Nov 4, 2024, 19:07 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ એવા વડતાલ ધામમાં વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી થનાર છે.
ત્યારે આ પહેલાં વિશાળ 14 ડોમમાં તૈયાર થયેલા સાંસ્કૃતિક પ્રદર્શનને થોડા દિવસ અગાઉ ખુલ્લુ મુકાયું હતું. જે પ્રદર્શનને નિહાળવા ભક્તો તહેવારોના સમયમાં ઉમટી પડ્યા છે. આ સાંસ્કૃતિક પ્રદર્શન જુદા જુદા 8 વિભાગોમાં ભારતીય, વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરે છે.
જે પ્રદર્શનની ઝાંખીનો અદભૂત નજારો હરિભક્તો માણી રહ્યા છે. ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરી વિવિધ આકર્ષણો છે. આ પ્રદર્શનનો રાત્રિના અદભૂત નજારો હરીભક્તોના મન મોહી લે છે.