રિપોર્ટ@ભાવનગર: ગામ નજીક આવેલા પુલ પાસે ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું

 યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 
 
 રિપોર્ટ@ભાવનગર: ગામ નજીક આવેલા પુલ પાસે ડમ્પરે બાઈક ચાલકને  અડફેટે લેતા મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  ભાવનગર જિલ્લાના શેઢાવદર ગામ નજીક આવેલા પુલ પાસે ડમ્પર ટ્રક ચાલકે અડફેટે લેતા સમઢીયાળાના બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનું સર ટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના શેઢાવદર ગામ નજીક પુલ પાસે અકસ્માત સર્જાયો હતો. સમઢીયાળા ગામે રહેતા મેહુલભાઈ મેરાભાઈ મેર ગતરોજ સાંજના છ કલાકના અરસા દરમિયાન સિદસર ગામે દુધ મંડળીમાં હિસાબ કરી બાઈક લઈ પરત ગામ જઈ રહ્યા હતા.

આ વેળાએ શેઢાવદર ગામ નજીક પુલ પાસે પહોંચતા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી બાઈકને અડફેટે લઈ મેહુલભાઈને ગંભીર ઈજા પહોંચાડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી નોંધ કરી જરૂરી કેસ કાગળો વરતેજ પોલીસ મથક ખાતે મોકલાવી ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.