રિપોર્ટ@ગુજરાત: ડ્રગ્સ સાથે આરોપી પકડાતા ભાજપ-કોંગ્રેસ આમને સામને
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલા એક શખસના ભાજપ અને કોંગ્રેસ નેતાઓ સાથે ફોટો વાઈરલ થતા ભાજપ કૉંગ્રેસ સામસામે આવી ગયા. આ અંગે ભાજપ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા કોંગ્રેસ પ્રવક્તા મનોજ પનારાએ એકબીજા ઉપર આક્ષેપો કર્યા.
જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, ગ્યાસુદ્દીન શેખ સહિતનાઓની સાથે આ શખસના ફોટા જોવા મળી રહ્યા છે. ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયામાં આ ફોટોને વાઈરલ કરવામાં આવી રહ્યા છે.
સામા પક્ષેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારાએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પ્રતિક્રિયા આપી છે. જેમાં તે જણાવી રહ્યા છે કે, કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ વર્ષોથી રાજકીય ક્ષેત્રે હોય આ શખસ ફોટા પડાવી ગયા હોય તેવું બની શકે છે.
જેની સાથે ફોટા પડાવવામાં આવ્યા છે તેને કદાચ કોંગ્રેસના ધારાસભ્ય કે નેતાઓ ઓળખતા પણ ન હોય તેવું બની શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના લીડરો સાથેના ફોટા જૂના છે. જ્યારે ભાજપના આગેવાનો સાથેના ફોટા હમણાં તાજા જ છે.