રિપોર્ટ@શરીર: મેથીના લાડુ કમર અને ઢીંચણના દુખાવામાંથી છૂટકારો અપાવે

મેથીનો એક લાડુ દરરોજ સવારમાં ખાઓ
 
રિપોર્ટ@શરીર: મેથીના લાડુ કમર અને ઢીંચણના દુખાવામાંથી છૂટકારો અપાવે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની  શરૂઆત થાય એટલે કમર અને ઢીંચણ જેવા દુખાવા વધી જાય છે. વાતાવરણ ઠંડુ થાય એટલે એની અસર સ્કિન અને હેલ્થ પર પડે છે. ઠંડીમાં સ્કિન પણ ડ્રાય વધારે થવા લાગે છે. આ માટે ખાસ કરીને ઠંડીમાં એવો ખોરાક ખાઓ જેનાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને ઠંડીમાં દરેક લોકોએ આદુ પાક, મેથી પાક, મેથીના લાડુ જેવા અનેક વસાણાં ખાવા જોઇએ.

આમ, તમે ઠંડીમાં મેથીનો એક લાડુ દરરોજ સવારમાં ખાઓ છો તો કમર અને ઢીંચણના દુખાવામાંથી રાહત થઇ જાય છે. આમ, તમે પણ ઘરે મેથી લાડુ ઘરે આ રીતે બનાવો અને ઠંડીમાં ખાવાની મજા માણો. મેથીનો લાડુ તમને દુખાવામાંથી રાહત અપાવે છે.

સામગ્રી


100 ગ્રામ મેથી

અડધો લીટર દૂધ

300 ગ્રામ ઘઉંનો લોટ

250 ગ્રામ ઘી

100 ગ્રામ ગુંદ

30 થી 35 બદામ

300 ગ્રામ ગોળ

8 થી 10 કાળા મરી

2 નાની ચમચી જીરું પાવડર

2 ચમચી સૂંઠ

10 નાની ઇલાયચી

4 ટુકડા તજ

2 જાયફળ

બનાવવાની રીત

 • મેથી લાડુ બનાવવા માટે સૌ પ્રથમ મેથી લો અને સાફ કરી લો.
 • ત્યારબાદ મેથીનો મિક્સરમાં પાવડર બનાવી લો.
 • એક પેન લો અને એમાં દૂધ ગરમ કરવા માટે મુકો.
 • દૂધ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરીને મેથી પાવડરને 8 થી 10 કલાક માટે પલાળી રાખો.
 • હવે કટ કરેલી બદામ અને બીજા મસાલા જેમ કે કાળા મરી, તજ, ઇલાયચી, જાયફળનો મિક્સરમાં પાવડર બનાવી લો.

 • એક કડાઇ લો અને એમાં અડધો કપ ઘી ગરમ કરવા માટે મુકો.
 • ઘી ગરમ થઇ જાય એટલે મેથી નાખીને મિડીયમ ગેસે શેકી લો.
 • મેથી પાવડર સામાન્ય બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.
 • આ મેથીને એક પ્લેટમાં લઇ લો.
 • ત્યારબાદ એક કડાઇમાં ઘી ગરમ કરવા માટે મુકો.
 • ઘી ગરમ થઇ જાય એટલે ઘઉંનો લોટ શેકી લો.
 • કડાઇમાં ફરી એક ચમચી ઘી નાખો અને ગરમ કરી લો.
 • ઘી ગરમ થાય એટલે ગોળ નાખો અને પાયો બનાવી લો.
 • પછી સૂંઠનો પાવડર અને જીરું પાવડર નાખો.
 • હવે કટ કરેલી બદામ, કાળા મરી, તજ અને ઇલાયચીનો પાવડર મિક્સ કરી લો.
 • કડાઇમાં મેથી સાથેની બધી સામગ્રી નાખીને મિક્સ કરી લો.

 • તમને મિશ્રણ સુકૂ લાગે છે તો તમે ઘી નાખી શકો છો.
 • ગેસ બંધ કરી દો અને મિશ્રણ થોડુ નોર્મલ થાય એટલે હથેળીમાં લઇને લાડુ વાળી લો.
 • તો તૈયાર છે મેથીના લાડુ.