રિપોર્ટ@વીરપુર: લાવેરી નદીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
Oct 30, 2025, 10:50 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વીરપુરના ખેરોલી અને ગાધેલી ગામ વચ્ચે આવેલી લાવેરી નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ ગામલોકોએ નદીમાં મૃતદેહ તરતો જોયો હતો. તેમણે તરત જ વીરપુર પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસના પ્રાથમિક તારણ અનુસાર મૃતદેહ બે થી ત્રણ દિવસ જૂનો હોવાનું મનાય છે. મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પોલીસે મૃતદેહ પરના કપડાં અને અન્ય વસ્તુઓના આધારે તપાસ શરૂ કરી છે.
તદેહને પોસ્ટમોર્ટમ માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીરપુર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

