રિપોર્ટ@વલસાડ: ગુમ થયેલા શિવસેનાના નેતાનો મૃતદેહ મળી આવ્યો
મૃતદેહ ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતેની બંધ પડેલી ખાણમાં ઊભેલી એક કારમાંથી મળી આવ્યો હતો.
Feb 1, 2025, 10:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
20 જાન્યુઆરીના ગુમ થયેલા શિવસેનાના નેતાનો મૃતદેહ ગુજરાતના ભિલાડ ખાતે કારમાંથી મળ્યો હતો. શિવસેનાના નેતા અશોક ધોડી ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયા પછી તેના કુટુંબીઓએ દાખલ કરેલી ફરિયાદ બાદ કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. શુક્રવારે બપોરે તેનો મૃતદેહ ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતેની બંધ પડેલી ખાણમાં ઊભેલી એક કારમાંથી મળી આવ્યો હતો.
આ પ્રકરણે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે અને તમામ ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે એમ સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું.
મૃતકના પુત્ર આકાશ ધોડીએ પિતાના હત્યારાઓને ફાંસીની સજા આપવાની અને પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી દર્શાવનારા પોલીસો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સરકાર સમક્ષ માગણી કરી છે.