રિપોર્ટ@વલસાડ: અકસ્માતમાં કાળને ભેટેલા પોલીસકર્મીનો મૃતદેહ વતન લવાયો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજસ્થાનના બે દિવસ અગાઉ અકસ્માતની હદય કંપાવી ઊઠે એવી ભયાનક દુર્ઘટના સામે આવી હતી. રાજસ્થાનના સિકર નજીક મંગળવારે રાત્રે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ3 લોકોના મોત થયા હતા. જેમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કોન્ટેબલનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં કાળને ભેટેલા પોલીસકર્મી મયંક પટેલનો મૃતદેહ વતન લવાતા ગામમાં કોણ કાને છાનું રાખે એવી સ્થિતિ સર્જાઇ છે.
વલસાડ તાલુકાના ફલધરા ગામના 18 યાત્રાળુઓ સાથે જિલ્લાના 50 જેટલા યાત્રાળુઓને લઇ 2 ડિસેમ્બરના રોજ અક્ષરયાન નામની લક્ઝરી બસ બીલીમોરાથી વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળેલી હતી, જે લકઝરી બસ યાત્રાળુઓને દર્શન કરાવી ખાટુશ્યામજી મંદિરે દર્શનાર્થીઓને લઇને નીકળી હતી. ત્યારે મંગળવારે રાત્રે રાજસ્થાનના બિકાનેર હાઇવેથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા ત્યારે સિકર પાસે એક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા પ્રવાસીઓની ચિચિયારીઓથી અફરાતફરીમચી ગઇ હતી.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસના કેબિનના ભાગનું કચરણઘાણ નીકળી ગયું હતું. આ ઘટનામાં ડ્રાઇવર સહિત 3 જણાના મોત થયા હતા, જેમાં ફ્લધરાના રહીશ અને વલસાડમાં વેન નં.101માં બગવાડા ડુંગરી વચ્ચે પેટ્રોલિંગની ફરજ બજાવતાં પોલીસકર્મી મયંક પટેલનું પણ મોત નીપજતાં ગામમાં શોકનીલાગણી ફેલાઇ ગઇ છે. જોકે, બે મૃતકની હજી ઓળખ નથી થઇ. આ અકસ્માતમાં કુલ 28 મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે સાત યાત્રાળુઓને ગંભીર ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

