રિપોર્ટ@સુરત: કુખ્યાત સજ્જુ-સમીરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું, જાણો વધુ

ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીંકવામાં આવ્યા હતા.
 
રિપોર્ટ@સુરત: કુખ્યાત સજ્જુ-સમીરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી અને લાલગેટના બુટલેગર સમીર માંડવાના ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીંકવામાં આવ્યા હતા.

નાનપુરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ગુજસીટોકના આરોપી અને સમગ્ર શહેરમાં માથાભારેની છાપ ધરાવતાં સજ્જુ કોઠારીના ઘરના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે બીજી તરફ લાલગેટ વિસ્તારમાં કુખ્યાત બુટલેગર સમીર માંડવાના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

બે કુખ્યાતના ગેરકાયદે દબાણ પર ડિમોલિશન કરવાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો દૌર શરૂ થયો હતો. બીજી તરફ ટોરેન્ટ પાવર દ્વારા પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર કનેકશનો અંગેનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.