રિપોર્ટ@અમદાવાદ: SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સની ડ્રાઇવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે.નવરાત્રિને લઈને SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઇવ દરમિયાન શહેરના પકવાન સર્કલથી સિંધુ ભવન જતા રોડ પર અલગ અલગ ટીમ દ્વારા ગરબા રમીને જતા,મોંઘીદાટ ગાડી લઈને કાર ચાલક સહિતના અનેક લોકોને રોકવામાં આવ્યા હતા.તમામને રોકીને મોબાઈલ ડ્રગ્સ એનાલાઈઝર કીટ દ્વારા તપાસવામાં આવ્યા હતા જેનું સ્થળ પર જ પરિણામ મળી જતું હતું.
શહેરમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં મોટા પાયે ગરબાનું આયોજન થાય છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં યોજાતા ગરબામાં અનેક લોકો ભાગ લેવા માટે જતા હોય છે. ગરબામાં અથવા તો બહાર જાહેર રોડ પર ડ્રગ્સ કે અન્ય નશામાં ફરતાં લોકો સામે કાર્યવાહી કરવા માટે દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી.
આ અંગે SOG ના એસીપી એન.એલ દેસાઈએ જણાવ્યું હતું કે ડ્રગ્સનો નશો કરીને ફરતા નબીરાઓ સામે કાર્યવાહી માટે ડ્રાઇવ યોજવામાં આવી છે.શહેરના અલગ અલગ 20 પોઇન્ટ પર પોલીસ દ્વારા આ પ્રકારે.ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સિંધુભવન રોડ ઉપર 10 થી વધારે વાહન ચાલકોને તપાસવામાં આવ્યા છે અને નશો કરીને રખડતા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.