રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો, 36 બાળકોના મોત

36 બાળકોના મોત 
 
રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો, 36 બાળકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં જીવલેણ રોગ ફરી નીકળ્યો છે. જેના કારણે આત્યાર સુધીમાં ઘણા બાળકોના મોત નીપજ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગત રોજ રાજ્યમાં વધુ પાંચ બાળકનાં મોત થઈ ગયાં છે.

એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી, મોરબી, ઘોઘંબા તથા સુરતમાં 1-1 બાળકનાં મોત થઈ ગયાં છે.આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુઆંક 36એ પહોંચ્યો છે અને કુલ કેસનો આંકડો 84એ પહોંચ્યો છે.

ચાંદીપુરાના વધતા કેસને પગલે કેન્દ્રનાં આરોગ્ય વિભાગની ત્રણ સભ્યોની ટીમ અમદાવાદ સિવિલ અને ઉત્તર ગુજરાતના સંક્રમિત વિસ્તારની મુલાકાત લે તેવી શક્યતા છે.