રિપોર્ટ@સુરત: ભટાર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી અંદાજિત 28 લાખનું સસ્તુ અનાજ બારોબાર વેચી દેવાયું

 કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસે કાર્યવાહી કરી 
 
છેતરપિંડી@મહીકા: વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રક ખરીદીને પૈસા પણ ન આપતા યુવકે ફરિયાદ નોધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત ભટારમાં સસ્તા અનાજની દુકાનમાં લાખોની છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે. ભટાર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી અંદાજિત 28 લાખનું સસ્તુ અનાજ બારોબાર વેચી દેવાયું છે.

આ કૌભાંડમાં  ઇશ્વરચંદ્ર મૌર્ય અને કેતન બોરીવાલનું નામ સામે આવ્યું છે. આ બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ શખ્સો લાભાર્થીના ફ્રિંગરપ્રિન્ટનો ખોટો ઉપયોગ કરીને અનાજ સગેવગે કરતા હતા. લાભાર્થીના નામે કૂપન કાઢીને બારોબાર અનાજ વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસે કાર્યવાહી કરી છે.

પોલીસે  મામલાની તપાસ શરૂ કરી ગરીબોના હકનું અનાજ કોના દ્વારા ખરીદવામાં આવતું હતું તેની માહિતી બહાર લાવવા પણ પ્રયાસ હાથ ધરાયા છે.