રિપોર્ટ@ગુજરાત: વરસાદ બાદ કોલેરાનો ખતરો વધ્યો, જાણો વધુ વિગતે

 વડોદરામાં 28 કેસ નોંધાયા છે
 
રિપોર્ટ@ગુજરાત: વરસાદ બાદ કોલેરાનો ખતરો વધ્યો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ભારે વરસાદનાં કારણે રોગચાળો ફાટી નિકળ્યો છે. ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતમાં ચાર મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યારસુધીમાં 253 કોલેરાનાં કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 193, રાજકોટમાં 19, સુરતમાં 13 અને વડોદરામાં 28 કેસ નોંધાયા છે.

રાજકોટનાં 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવાયાં છે...રાજકોટની કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાનું કોલેરાથી મોત થતાં આસપાસનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.