રિપોર્ટ@ગુજરાત: ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાંથી રૂ.1.47 કરોડની કિંમતનું કોકેન મળ્યું
ટીમ દ્વારા કારમાં સવાર 4 શખસને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઇ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા.
Nov 29, 2024, 16:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ડ્રગ્સનાં કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ડ્રગ્સ મળી આવતું હોય છે. કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરીમાર્ગ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વોચમાં હતી.
બાતમીના આધારે હરિયાણા પાર્સિંગની એક કાર અટકાવી તેની તલાસી લેતાં તેમાંથી રૂ.1.47 કરોડની કિંમતનું કોકેન મળી આવ્યું હતું. ટીમ દ્વારા કારમાં સવાર 4 શખસને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઇ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા.
જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની અટકાયત કરી છે. પકડાયેલા ચારેય સંબંધી છે. જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે.