રિપોર્ટ@હળવદ: વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 7 શખ્સોએ વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

જાનથી મારી નાખવાની ધમકી આપી

 
 રિપોર્ટ@હળવદ: વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 7 શખ્સોએ  વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  હળવદના જુના ઈશનપુર ગામની સીમમાં ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી કેનાલ પર નદીમાં મુકેલ મશીન પર જવાનો રસ્તો બંધ કરી ફેન્સીંગ તાર બાંધી જે રસ્તો વૃદ્ધે ખુલ્લો કરવાનું કહેતા 7 શખ્સોએ વૃદ્ધને ગાળો આપી. જાતી પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાવી છે.

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા નાગરભાઈ કલાભાઈ પરમારે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  નાગરભાઈ અનુજાતિનું હોવાનું જાણવા છતાં આરોપી ધીરુભાઈ પોપટભાઈ દલવાડી, માવજીભાઈ ધરમશીભાઈ દલવાડી, મનસુખભાઈ શીવાભાઈ દલવાડી, ધર્મેન્દ્રભાઈ ધનશ્યામભાઈ કણઝરીયા, ત્રિકમભાઈ અમરશીભાઈ દલવાડી, જગદીશભાઈ મગનભાઈ રંગાડીયા અને કારુભાઈ શીવાભાઈ દલવાડીએ નાગરભાઈની ખેતીની જમીનમાં જવાનો રસ્તો બંધ કરી દિધો હતો. 

દીશેલ હોય તેમજ નર્મદા કેનાલ પર નદીમાં મુકેલ મશીન ઉપર જવાનો રસ્તો તાર ફેન્સિગ બાંધી બંધ કરી.  જે રસ્તો ખુલ્લો કરવાનું કહેતા નાગરભાઈને ગાળો આપી.  જાતી પ્રત્યે અપમાનિત કર્યા.  મારી નાખીને દાટી દેવાની ધમકી આપી, હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ.  હળવદ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.