રિપોર્ટ@રાજકોટ: મહિલા અને પુત્રીને જાનથી મારી નાખવાની ધમકીના મામલે પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ

 ઉછીના રૂપિયા પરત માંગતા 
 
છેતરપિંડી@મહીકા: વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રક ખરીદીને પૈસા પણ ન આપતા યુવકે ફરિયાદ નોધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 મહિલાએ પૂર્વ પાડોશી દંપતીને આપેલા હાથ ઉછીના રૂપિયા પરત માંગતા મહિલાને તથા તેમની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે રાજકોટના આજીડેમ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ફરિયાદી કોમલબેન ભાવેશભાઈ સાણજાએ આરોપી લક્ષ્‍મણ બંસીલાલ શર્મા અને રિધ્ધિ લક્ષ્‍મણ શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, કોમલબેનને પતિ સાથે અણબનાવ થતા પતિથી અલગ થઈને તેઓ પોતાની સગીર વયની પુત્રી સાથે મારૂતી કોમ્પલેક્ષ મહિકા મેઇન રોડ માંડાડુંગર ખાતે રહેવા આવી ગયા હતા.

બે મહિના પહેલા આરોપી દંપતિ કોમલબેનના ફ્લેટના પાંચમા માળે રહેતા હતા. અને આરોપી રીધ્ધી સાથે કોમલબેન બે વર્ષનો પરિચય ધરાવતા હતા. જેથી આરોપી રીધ્ધી સાથે કોમલબેનને મિત્રતા થઈ ગઈ હતી.રિધ્ધિને અવાર નવાર પૈસાની જરુર પડતા કોમલબેન તેને હાથ ઉછીના રૂપિયા આપતા હતા અને આરોપી રીધ્ધી એ પૈસા સમયસર પરત આપી દેતી હતી છેલ્લા છ મહિના મા રિધ્ધીને રૂપિયાની જરૂર પડતા કોમલ બેને તેને કટકે કટકે રૂ.૩૦,૦૦૦ આપ્યા હતા. ગઇ તા.૨૧/૧૦/૨૦૨૩ ના રોજ બપોર ના ત્રણેક વાગ્યે રીધ્ધી કોમલબેન ના ઘરે આવી હતી અને એવું જણાવ્યું હતું કે, "મારા પતિને રૂપિયાની જરૂર હોય જેથી તમે મને રૂ.૬૦,૦૦૦ આપો અને આ પૈસા હુ તમને બે ત્રણ દિવસમા પરત આપી દઈશ" આમ વાત કરતા કોમલબેને પોતાના ગુગલ પેમાંથી આરોપી લક્ષ્‍મણના બેન્ક એકાઉન્ટમાં રૂ.૬૦,૦૦૦ મિત્રતાના દાવે ટ્રાન્સફર કર્યા હતા.

આમ કોમલબેને કુલ ૯૦ હજાર રૂપિયા આરોપી દંપતીને હાથ ઉછીના આપ્યા હતા. બે મહિના પહેલા આરોપી દંપતી કુવાડવા રોડ ડી માર્ટની પાછળ આર.એમ.સી. ના ક્વાટરમા રહેવા જતા રહેલ અને ગઇ તા.૧૦/૧૧/૨૦૨૩ ના રાત્રીના દસેક વાગ્યાની આસપાસ લક્ષ્‍મણ અને રિધ્ધી કોમલબેનના ઘરે ચા પાણી પીવા આવેલ હતા ત્યારે કોમલબેને હાથ ઉછીના આપેલા પૈસા પરત માંગતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને એવું જણાવ્યું હતું કે, "હવે પૈસા અમારી પાસેથી માંગતી નહી, નહીતર તને તથા તારી દિકરીને જાનથી મારી નાખીશું અને અહીં કોઈ બચાવવાળુ કોઈ છે નહી પૈસા હવે ભુલી જજે" તેવી ધમકી આપી હતી અને બંને આરોપીઓ જતા રહ્યા હતા.સમગ્ર મામલે કોમલબેને આજીડેમ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી